સાવરકુંડલા તાલુકાના જીરા રોડનું રેલવે પ્લેટફોર્મ પર નબળી કામગીરીના મુદ્દે તાજેતરમાં સાંસદ ભરત સુતરીયાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નબળી કામગીરી દેખાતા રેલવેના ઊંચ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરીને નવું જ કામ કરવાની સૂચનાઓ આપી હતી. આથી આજ સવારથી રેલ્વે પ્લેટફોર્મની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવીનીકરણ નહીં પરંતુ આ પ્લેટફોર્મ ઉપર બે થી ત્રણ ઇંચ જેટલું પીસીસી કરી અને ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી ઢાંકવાનો કોન્ટ્રાક્ટર અને રેલ્વે અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિકોને પૂછતા તેમણે જણાવ્યું કે આ કામ લાંબો સમય ટકશે નહીં અને નીચે નબળું કામ હોવાથી એ ફરી તૂટી જશે. રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો પણ સામે આવ્યા ત્યારે જોવાનું એ રહેશે કે કામની મજબૂતી કેટલી કરવામાં આવશે.


































