ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીનો દરજ્જો આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના શાસનની સિધ્ધિઓ અંગે અમરેલી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે મીડિયાએ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને આ અંગે સવાલો કર્યા, ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજની પત્રકાર પરિષદ માત્ર ૧૨ વર્ષના વિકાસ અને જનકલ્યાણના વિષય પૂરતી જ મર્યાદિત છે.
આ અગાઉ વનમંત્રી અર્જુન મોઢવાડિયા પણ રાજભા ગઢવીનું નામ સાંભળતા જ માઇક હટાવીને ચાલ્યા ગયા હતા. ગીરમાં રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળ્યા બાદ સ્થાનિક માલધારી સમાજમાં ભારે અસંતોષ છે. અન્ય માલધારીઓની માંગ છે કે જો રાજભા ગઢવીને મંજૂરી મળી શકતી હોય, તો લાંબા સમયથી વંચિત રહેલા અન્ય માલધારીઓને પણ તુરંત મંજૂરી આપવામાં આવે. બે વરિષ્ઠ મંત્રીઓના મૌનથી આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે.









































