ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના અઘોર સીમ વિસ્તારમાં પોલીસે તીનપત્તી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તા. ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ વહેલી સવારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ભરતભાઈ ભાભલુભાઈ ખુમાણ, મધુભાઈ દાદાભાઈ વરૂ, હેમરાજભાઈ ટપુભાઈ કોટીલા, ગૌતમભાઈ ભીમભાઈ વરૂ, અરજણભાઈ ભીખાભાઈ પરમાર, સંજયભાઈ બધાભાઈ જોગદિયા અને ઇમરાનખાન કેસરખાન બ્લોચ સહિત સાત આરોપીઓને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્‌યા હતા. આરોપીઓ ખોડુભાઈ નાનાભાઈ વરૂની વાડી પાસે ખુલ્લી જગ્યામાં લેમ્પના અજવાળે ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે રૂ. ૧૪,૪૩૦ની રોકડ રકમ કબજે કરી હતી. જ્યારે અન્ય સાત આરોપીઓ દરોડા દરમિયાન ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.