ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના પર નિશાન સાધતા કહ્યું કે જેમ અભિષેક બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષ અને વિભાજન પેદા કર્યું હતું, તેવી જ પરિસ્થિતિ આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ ઉભી કરી રહ્યા છે. રાણેએ કટાક્ષ કર્યો, “આદિત્ય ઠાકરે યુબીટી શિવસેનાના “અભિષેક બેનર્જી” છે.” રાણેએ કટાક્ષમાં કહ્યું કે જેમ અભિષેક બેનર્જીએ હેલ્મેટ પહેરવું પડે છે, તેમ તેઓ આદિત્ય ઠાકરેને ભેટ તરીકે હેલ્મેટ પણ મોકલી રહ્યા છે, કારણ કે તમને ક્યારેય ખબર નથી કે ક્યારે અને ક્્યાં ચંપલ કે ઈંડા દેખાઈ શકે છે.
નિતેશ રાણેએ દાવો કર્યો કે યુબીટી શિવસેનાના સાંસદોના બળવા પાછળનું મુખ્ય કારણ પાર્ટી નેતૃત્વની કોંગ્રેસ સાથે વધતી જતી નિકટતા હતી. તેમના મતે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના કોંગ્રેસ સાથે જાડાણ કરવા માંગતી હતી અને વિલીનીકરણ તરફ પણ આગળ વધી રહી હતી, જેને ઘણા સાંસદોએ સ્વીકાર્યું નહીં.
રાણેએ કહ્યું કે આ જ કારણ છે કે સાંસદોએ બળવાનો માર્ગ પસંદ કર્યો. બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બાળાસાહેબ સ્પષ્ટ હતા કે જા શિવસેના ક્યારેય કોંગ્રેસ સાથે જાડાણ કરશે, તો તેઓ “બંધ” થઈ જશે. રાણેના મતે, ઘણા સાંસદોએ બાળાસાહેબની વિચારધારાને વળગી રહેવાને કારણે યુબીટી નેતૃત્વ સામે બળવો કર્યો.
યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું, “ફરી એકવાર, આપણે ગંદા રાજકારણનું એક ચોંકાવનારું ઉદાહરણ જાઈ રહ્યા છીએ. આ બેશરમ, કુર્તન અને ભ્રષ્ટ લોકો, જેઓ ૨૦૨૪ માં અમુક વ્યક્તિઓના કારણે જીત્યા હતા, હવે તેમને દગો આપી રહ્યા છે! તમે ગમે તેટલા બહાના બનાવો… સત્ય એક છે. તમે બેશરમપણે પોતાને વેચી દીધા છે. તમે ફક્ત પોતાને વેચી દીધા નથી, પરંતુ તમારા સન્માન, તમારા નામ અને તમારા પરિવારની પ્રતિષ્ઠાને પણ દાવ પર લગાવી દીધી છે. મહારાષ્ટ્ર આ ગંદા રાજકારણને સહન કરશે નહીં… બિલકુલ નહીં! આ અંધકારમાં પ્રકાશ લાવનાર, બીજું કોઈ નહીં, આપણી મશાલ હશે.”









































