કોડીનાર પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા ભ.ભા. વિદ્યાલય, કોડીનારમાં ‘ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ ડ્રાઇવ’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાળ અધિકારોના સંરક્ષણ, સાયબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ SHE ટીમ, આઈટી એક્સપર્ટ વિશાલ વાળા, તાલુકા કાનૂની સેવા સમિતિના પીએલવી પ્રકાશ મકવાણા તેમજ શાળાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.