સુરતમાં તળાવિયા પરિવારના ૧૦મા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૫૦૦થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. આ પ્રસંગે સમાજસેવક જયસુખભાઈ જેરામભાઈ (જે.જે. ગ્રુપ) દ્વારા પિતાનું છત્ર ગુમાવેલી દીકરીઓના લગ્નની જવાબદારી ઉપાડવાની પ્રેરણાદાયી જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિ મેળવનાર સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે અંગદાન અંગે જાગૃતિ, આરોગ્ય સેવાઓની માહિતી અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.







































