સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં કપલ સ્વેપિંગનું દૂષણ ઘૂસ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં હજારો લોકો કપલ સ્વેપિંગ કાંડમાં જોડાયેલા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચુંગાલમાં ફસાયેલી મહિલાઓ એક-એક કરીને હવે સામે આવી રહી છે અને મોટા-મોટા ખુલાસા કરી રહી છે.
સંસ્કૃતિને કલંક લગાવતા આ ‘કાંડ’માં ચોંકાવનારા\ ખુલાસા થતાં આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. એવામાં સુરત શહેરમાં કપલ સ્વેપિંગની જાળમાં ફસાયેલી એક મહિલાએ કપલ સ્વેપિંગનું ‘કાળું સત્ય’ ઉજાગર કર્યું છે. એટલું જ નહીં આ મહિલાએ આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે, એક કપલને આવું ‘ગંદુ’ કામ કરવાના કેટલા રૂપિયા મળે છે વગેરે બાબતો પર હચમચાવી નાખે એવા ખુલાસા કર્યા છે. આ મહિલા પોતે પીડિત છે અને તેણે તેના પતિ સામે પણ કેસ નોંધાવ્યો છે.
સુરતની આ મહિલાએ ગુજરાતનું સૌથી મોટું વાઈફ સ્વેપિંગ રેકેટ ખુલ્લું પાડ્યું છે. મહિલાએ વાતચીતમાં જણાવ્યું છે કે, ‘મારા સુરતના રાજ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ સમાજના રીતિ રિવાજથી લગ્ન થયા હતા. લગ્નના પ્રથમ ત્રણ મહિના સુધી લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. પરંતુ ત્યારબાદ મારા પતિએ મને કપલ સ્વેપિંગ વિશે માહિતી આપી. ફેસબુક પરની કેટલીક ચેટ્સ પણ બતાવી અને કપલ સ્વેપિંગ કેવી રીતે ચાલે છે તેની વિગતો પણ જણાવી. પણ મેં આવા કામ કરવાની ચોંખ્ખી ના પાડી દીધી.’
મહિલાએ જણાવ્યું કે, ‘મારા પતિ મને કપલ સ્વેપિંગમાં સામેલ કરવા માંગે છે, જે મને બિલકુલ મંજૂર નથી. આ આખું નેટવર્ક ફેસબુકથી ચાલે છે, ફેસબુકથી આ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. આ લોકો સાચા નામથી નહીં, ફેક એકાઉન્ટ બનાવે છે. પછી એકબીજા સાથે વાત કરે છે, ત્યારબાદ વાત વીડિયો કોલ સુધી પહોંચે છે. બંને કપલ આ બાબત પર સહમત થયા પછી એક કેઝ્યુઅલ મીટિંગ ગોઠવવામાં આવે છે. આ કપલ જ મળવા માટે આવ્યું છે કે નહીં, તે ચેક કરવા માટે આ મીટિંગ ગોઠવવામાં આવે છે. હજારોથી વધારે કપલ આમાં સંકળાયેલા છે.’
પોતાના પતિની કરતૂત વિશે વાત કરતા આ મહિલાએ કહ્યું કે, ‘ મારા પતિ પહેલેથી આ રેકેટમાં જાડાયેલા છે, મારા જેઠ-જેઠાણી પણ આમાં સંડોવાયેલા છે. મને લાગે છે કે મારા પતિ એક પાર્ટનરની રાહ જાઈ રહ્યા હતા, એટલે જ તેમણે લગ્ન કર્યા. મારા આવ્યા પછી તેમણે ધીમે-ધીમે આ વાત ચાલું કરી કે આ રીતે આપણે કરી શકીએ, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. આ નેટવર્કનો હેતુ એ છે કે પર્સનલી એ લોકો એન્જાયમેન્ટ કરી શકે છે અને તેમને પૈસા પણ મળે છે.’
રૂપિયાને લઈને મહિલાએ કહ્યું કે, ઘણા પેઈડ કપલ પણ હોય છે. ઘણા પૈસાવાળા લોકો આવું કામ પૈસા આપીને પણ કરાવતા હોય છે. મહિલાને એક રાતના આશરે ૨૦,૦૦૦-૨૫,૦૦૦ રૂપિયા અપાય છે. આ મહિલાએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, ગુજરાતના મોટા-મોટા શહેરોમાં આ દૂષણ ચાલે છે, લોકો આ મામલે કંઈ બોલતા નથી, લોકો બહાર નથી આવતા. હું તો છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ વસ્તુ સહન કરું છું અને સાડા ત્રણ વર્ષથી હું કોર્ટમાં આ બાબતે લડાઈ લડું છું.
મહિલાએ કહ્યું કે, લગ્ન જીવનને તમે શું મજાક બનાવી દીધી છે. લગ્ન જીવન એક પવિત્ર છે. પતિ-પત્નીનો પવિત્ર સંબંધ છે. કોઈ સ્ત્રી તમારી ઉપર ભરોસો રાખીને તમારા ઘરે આવે છે. તો તમે તેની પાસે આવા કામ કરાવો છો. છેલ્લે આ મહિલાએ અન્ય પીડિતાઓને અપીલ કરતા કહ્યું કે, મારું દરેક મહિલાને એટલું જ કહેવાનું છે કે, જો તમારી સાથે પણ આવું થાય, તમારા પતિ આવી ડિમાન્ડ કરે તો અવાજ ઉઠાવો અને બહાર આવો.








































