બાબરા ખાતે ૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ ઉજવાતી વેલનાથ બાપુની જન્મજયંતિ ભવ્ય બનાવવા માટે ચુવાળીયા ઠાકોર સમાજ તથા વેલનાથ પ્રગતિ મંડળની બેઠક યોજાય હતી. કાર્યક્રમમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી. આગેવાનો દ્વારા સમાજમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી વધારવા ચર્ચા કરાય હતી અને સૌએ મહોત્સવને ઐતિહાસિક બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કર્યુ હતું.









































