લીલીયાની રહેવાસી સૃષ્ટિબેન કાંકરેચા નામની યુવતી સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ કરી નાણાં પડાવી લેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે સંબંધિત બેંક ખાતાધારકો અને એક મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, આ સંગઠિત સાયબર ગુનામાં આરોપીઓએ એકબીજાની મદદગારીથી ભોગ બનનાર
સૃષ્ટિબેન સાથે છેતરપિંડી આચરી હતી. સાયબર ગઠિયાઓએ ગુનાહિત કાવતરું રચીને ફ્રોડના નાણાં વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ટોળકી માત્ર સૃષ્ટિબેન જ નહીં, પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ પોતાનો શિકાર બનાવી ચૂકી છે. આરોપીઓ જુદા જુદા લોકો સાથે સાયબર ફ્રોડ કરીને મેળવેલા નાણાં પોતાના આ જ બેંક ખાતાઓમાં વારંવાર જમા કરાવતા હતા અને ત્યારબાદ તે નાણાં સગેવગે કરી દેતા હતા. આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ વધુ તપાસ કરી રહી છે.








































