બાબરાના વાંડળીયા ગામે વાડીએ રહેતી સગીરાને બિહારનો યુવક ભગાડીને લઈ ગયો હતો.
બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અને હાલ વાંડળીયા ગામે વાડીએ રહેતી સગીરાની માતાએ બિહારના એસાન સહજાદ આલમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દીકરી સગીરવયનું હોવાનું આરોપી જાણતો હતો. તેમ છતાં લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની
લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પી આઈ આર આર પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































