સાવરકુંડલામાં મહિલા ઉત્થાન મંડળ દ્વારા અધિક માસની દર્શ અમાવસ્યાના અવસરે શહેરમાં સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા રાહદારીઓને ગરમીમાં શીતળતા આપવા માટે શરબત અને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે મંડળની બહેનોએ કેશુડાના ફૂલોના અર્કમાંથી તૈયાર કરેલું ખાસ આયુર્વેદિક શરબત અને ઠંડી-અમૃત જેવી છાશનું વિતરણ કર્યું હતું. આ સાથે ઉચ્ચ વિચારોના સિંચન માટે ‘ઋષિ પ્રસાદ’ મેગેઝિન અને કેલેન્ડરનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનની સફળતા માટે ધ્રુવિત ચુડાસમા તથા શીતલબેન ચુડાસમાએ ભારે જહેમત ઉઠાવી હતી.






































