અમરેલી જિલ્લામાં જુગારની મોસમ જામી હોય તેમ ૪ સ્થળેથી ૧૮ પત્તા પ્રેમી પકડાયા હતા. નાની વડાળ ગામેથી ૨ જુગારી પોલીસ થાપ આપી ભાગી છૂટ્યા હતા. કુલ મળીને ૫૦,૪૬૭ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખાંભના નાના બારમણ ગામેથી અમુભાઇ લખમણભાઇ નાગર,અજયભાઇ મધુભાઇ જોગદિયા, જયસુખભાઇ લવજીભાઇ પરમાર, સાગરભાઇ કરશનભાઇ નાગર તથા મુકેશભાઇ લવજીભાઇ પરમાર નદી કાંઠે કેનાલ પાસે આંબલીના ઝાડના છાંયડા નીચે જાહેર જગ્યામાં ગંજી પત્તાના પાના વડે તીન પત્તિનો પૈસા પાના વડેનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂ.૫૫૦ સાથે ઝડપાયા હતા. ચલાલા ટાઉનમાં તળાવ કાંઠે ખાટકી વાડા પાસેથી ચીરાગભાઇ રતીભાઇ બારૈયા, જયંતીભાઇ હિમતભાઇ બારૈયા તથા અજયભાઇ ધનજીભાઇ પરસુડા પૈસા વડે તીનપતી રોન નામનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૫૦૦ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલાના નાની વડાળ ગામે પાણાખાણ નામની સીમવિસ્તારમાં બીડમાં જાહેરમાં જુગાર રમતાં સુરેશભાઇ કાળુભાઇ જાદવ, મનુભાઇ ઉસ્માનભાઈ ગાહા, નનકુભાઇ ગભરૂભાઇ જાદવ, સામતભાઇ ભીખાભાઈ વાઘેલા, રાજુભાઇ સાર્દુળભાઇ જાદવ તથા પાંચાભાઇ જલાભાઇ વાઘેલા તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૨૦૦, હાથબતી નંગ-૦૧,એક મોટર સાયકલ મળી કુલ રૂ.૨૫,૩૦૦ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે પુંજાભાઇ ભીમાભાઇ જાદવ તથા વિરાભાઇ જલાભાઇ વાઘેલા પોલીસને થાપ આપી નાસી ગયા હતા. લીલીયાના આંબા ગામેથી સદામભાઇ મહેબુબભાઇ ચૌહાણ, ફુલાભાઇ છગનભાઇ નાકરાણી, ચતુરભાઇ જાદવભાઇ ખંખાળ તથા ભરતભાઇ કાળુભાઇ માવાણી ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂ.૧૪,૩૨૦, હાથબતી મળી કુલ રૂ.૧૪,૩૭૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.






































