ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના ખેડૂતો મેદાને પડ્યાં છે. મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન શરૂ થયું છે. જેતપર ગામે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવા સમયે પોલીસનો બળપ્રયોગ જાવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યાં છે. ગુજરાત સરકારમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ પણ આમરઆંત ઉપસાવ શરૂ કર્યાં છે.
વીજ કંપનીઓની કામગીરીથી ખેડૂતોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. જેતપર ગામે તાજેતરમાં વીજપોલ નાખવા બાબદે પોલીસની દાદાગીરી જાવા મળી હતી. પોલીસે મહિલા અને બાળકોની પણ અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હવે ખેડૂતોની લડત શરૂ થઈ છે.
આ અંગે વાત કરતા કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ કહ્યું કે આજથી આંદોલન શરૂ કર્યું છે. ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યાં છે. તેમણે દ્વારકા અને સુરેન્દ્રનગરના ખેડૂતોને આંદોલનમાં જાડાવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજકીય નેતાઓ અને આગેવાનોએ આંદોલનમાં આવવું નહીં, આ કોઈ રાજકીય આંદોલન નથી.
ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેડૂતોને કારણે ઘણા લોકો નેતા બને છે અને પછી ખેડૂતોને ભૂલી જાય છે. તેમણે કહ્યુ કે હાર્દિક પટેલ આંદોલન કરી નેતા બની ગયા, રાજુ કરપડા નેતા બની ગયા, હવે ખેડૂતોના મુદ્દે કોઈ નેતા બોલવા તૈયાર નથી.
૧૫ જૂને ગુજરાતમાં યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે વાત કરતા તેમણે કહ્યું કે અમે ખેડૂતો ૧૫ જૂને ટ્રેક્ટર લઈ ગયા પછી ખબર પડી કે આ આંદોલન રાજકીય સ્વરૂપ ધારણ કરે છે, એટલે પાછા વધી ગયા હતા. તેમણે કહ્યું કે સરકારના કોઈ અધિકારીએ આવીને કેટલું વળતર મળશે કે વળતરનો ચેક આપ્યો નથી. તેમણે ચીમકી આપતા કહ્યું કે ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.








































