ખેડૂત અધિકાર સત્યાગ્રહ બાદ ખેડૂતોના મુદ્દે લાંબી લડતની જાહેરાત કરતા અખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન માં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ છે. છેલા ૬ મહિના ગામે ગામ જઈ કોંગ્રેસ ના સાથીઓ એ ખેડૂતો ને મળી સોમનાથ ટંકારા માં ટ્રેક્ટર યાત્રા કરી, ખેતરો ની વચ્ચે સોના ની થાળીમાં લોઢાની મેખ નાખી, અમારી લડત ને કારણે ૩૮ લાખ પ્રતિ થાંભલે ૫૫ લાખ આપવાની ઓફર થઈ હતી. વીજ પોલ માં તમને ફાવે તેવું વર્તન નહીં, ૨૦૧૩ ના કાયદા મુજબ બજાર ભાવ ના ૪ ગણા ભાવ આપો, કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિ ના નેજા હેઠળ આંદોલન શરૂ થયું હતું, ૧૧૧૧ ટ્રેક્ટર રેલી ની જાહેરાત કરી હતું. ભાજપ અને તેની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ એ કારસો કર્યો, આમ આદમી પાર્ટીને સ્પષ્ટ કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ખેડૂતો ના ખેતરમાં જઈ ને કરો, ટ્રેક્ટર રેલી જાઈ આગલા દિવસે જાડાવાની આમ આદમી પાર્ટી જાહેરાત કરે છે, રાજકીય સ્ટંટ કરવા, અને પીઠ માં ખંજર મારવાનું કામ કર્યું હતું. પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠી ચાર્જ ના થાય, મર જવાન મર કિસાન ના થયા માટે અમે ચૂપ રહ્યા, જેલ માં લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા ગયા હશે અમે ક્યારેય ખેડૂતો પર અત્યાચાર નથી થવા દીધો, પાલભાઈ આંબલિયા ને લીંબડે બાંધી માર્યા હતા છતાં ખેડૂતો ને આંચ આવવા નથી દીધી, આપ પર અમને વિશ્વાસ નથી, એમને જે કરવું હતું તે કર્યું. ખેડૂતો ના મુદ્દા પર અમે લોકો મરણિયો જંગ ખેલવા તૈયાર છીએ. સરકાર ને અનેક ગણી ઘેરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. હવે પછી ની લડાઈ માં કિસાન કોંગ્રેસ ના નેતૃત્વ માં થશે. અમારા પર વિશ્વાસ હોય તો અમારી જાડે આવે નહી તો બીજી કોઈ પાર્ટી પાસે જાય પણ અમે લડીશું.
ખેડૂત અધિકાર સત્યાગ્રહ બાદ આગામી કાર્યક્રમોની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો ના પ્રશ્ન પર આંદોલન ઊભું થયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન ને ગેરમાર્ગે દોર્યું હતું. કાર્યક્રમ ની જાહેરાત પહેલા જ કરી હતી, ૧૫ જૂન નું જે આયોજન થયું હતું તે કરતા પણ વિશેષ પ્રકાર ના આયોજન થશે, ખેડૂતો ના નિરાકરણ માટે કિસાન કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષા એ આવેદન અને ધરણા કરવામાં આવશે. કાર્યક્રમો બાદ મોટી કિસાન ટ્રેક્ટર રેલી ફરી કરવામાં આવશે. આગમી જે કાર્યક્રમ.થશે તે કિસાન કોંગ્રેસ ના નેજા હેઠળ થશે. ૩૦ જૂન ના રોજ ચક્કાજામ નો કાર્યક્રમ થશે, અમે આયોજન કરીશું. ૧૫ જૂન કાર્યક્રમ અધૂરું નથી, ખેડૂતો ના પ્રાણ પ્રશ્ન સંપૂર્ણ પણે સમાધાન નહી આવે ત્યાં સુધી અમે લડતા રહીશું. વિધાનસભા ઘેરવા નહીં સરકાર ને અલ્ટીમેટમ આપવા જઈએ છીએ તેવું એલાન કર્યું હતું. કાયદો નહીં તોડીએ તે પેહલા થી કહ્યું હતું. આંદોલન કરવાની એક નીતિ છે, અમે ગોડસે ની નીતિ એ લડવા વાળા નથી. ઓગણજ ની જગ્યા વિશ્રામ ની જગ્યા હતી, આમ આદમી પાર્ટી એ સભા નું કહી ખેડૂતો ને ગેરમાર્ગે દોર્યા. લાઠીચાર્જ થાય તેવી અરાજકતા ઊભી થાય તેવા પ્રયત્ન કર્યા હતા, કાયદો તોડી, અવ્યવસ્થા કરી જેને જવું હોય તેમને જવા દીધા હતા, ૧૩ લોકો ખાલી જવા નીકળ્યા હતા, હજારો ખેડૂતો અમારી સાથે હતા, તોફાન થાય તેવી Âસ્થતિ કરવાની જ નહોતી.






































