બગસરા નગરપાલિકા વોર્ડ નં.રના મહિલા સદસ્યા દ્વાર જુના બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી પ્લોટમાં નગરપાલિકાના ખર્ચે સાફ-સફાઈ કરાવતા વિવાદમાં આવ્યા છે. જેથી પૂર્વ પાલિકા સદસ્ય મહેન્દ્ર પરમારે આ બાબતે ચીફ ઓફીસરને રજૂઆત કરી તપાસની માંગ કરી છે.ચીફ ઓફીસરને કરાયેલી રજૂઆતમાં જણાવાયુ છે કે મહિલા સદસ્યા દ્વારા નગરપાલિકાના ખર્ચે જેસીબી ચલાવી ખાનગી પ્લોટની સફાઈ કરેલ છે. જેમાં કેટલા કલાક જેસીબી ચાલ્યુ અને નગરપાલિકાના કેટલા કર્મચારીઓ આ કામમાં રોકાયા હતા? પ્રજાના ટેક્સના નાણાનો દુરોપયોગ થતો હોવાથી આ નાણા જે તે સદસ્ય પાસેથી વસુલ કરવા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં તો પ્રાદેશિક કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ખાનગી પ્લોટની સફાઈ કરવાને બદલે પાલિકાએ પ્લોટ માલિકને નોટીસ આપી સફાઈ કરાવવાની હોય છે પરંતુ પાલિકા સદસ્યાએ પાલિકાના ખર્ચે સફાઈ કરાવતા લોકોમાં રોષનો માહોલ જાવા મળ્યો છે.