અમરેલીમાં પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી સોરઠીયા દરજી સમાજ દ્વારા ભવ્ય સમૂહ ભોજન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એકત્રિત થઈને સામાજિક એકતા દર્શાવી હતી. કાર્યક્રમમાં ભક્તિભજનોની રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ રૂડા અવસરે સમાજના વડીલોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું, તેમજ સમૂહ ભોજનના મુખ્ય દાતા હરેશભાઈ ચૌહાણનું શાલ અને સન્માનપત્ર આપીને વિશેષ સન્માન કરાયું હતું. અંતે, સૌ જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો લાભ લઈ દાતાઓનો આભાર માન્યો હતો.










































