અમરેલી શહેરમાં આવેલા ચિંતન જ્વેલર્સમાંથી રૂપિયા ૩,૩૫,૦૦૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં અમરેલી
એલ.સી.બી. ટીમને સફળતા મળી છે.તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે અમરેલીના ચિંતન જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી, મહારાષ્ટ્રના જલગાંવથી આરોપી સોયેબ અબ્દુલ હમીદ દેશમુખને ઝડપી પાડ્‌યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી રોકડા રૂ. ૩,૦૦૦ અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે દસેક દિવસ પહેલાં તેની સાથેની બે મહિલાઓ (સુમૈયા અને રજીયા) જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને નજર ચૂકવી સોનાની બંગડીઓ ચોરી ગઈ હતી, જ્યારે પોતે બહાર વોચ રાખતો હતો.