કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા અમરેલી તાલુકાના વરૂડી ગામે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે જમીન-પાણી પૃથ્થકરણ તેમજ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ યોગ્ય માત્રા અને પદ્ધતિથી ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનો જેવા કે ગીર સાવજ ટ્રાયકોડર્માં અને બ્યુવેરીયા વિશે ખેડૂતોને સમજાવ્યું હતું.કાર્યક્રમમાં વિષય નિષ્ણાત ડો. નેહા તિવારીએ પ્રાકૃતિક ખેતીના આયામો, ઉત્પાદનોના મૂલ્યવર્ધન અને શાકભાજીની નવીન જાતો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ૨૫ ખેડૂત બહેનોને પ્રોત્સાહન રૂપે નિદર્શન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.