સાવરકુંડલાના ગાધકડા ગામની સગીરાને ધારીનો યુવક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાની માતાએ ધારીના વિજયભાઇ રમેશભાઇ ગઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર દીકરીની
બાળબુદ્ધિનો લાભ લઈ, તેના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના તેમજ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.પી. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































