રાજુલા એસટી ડેપોના વાવેરા ગામના સ્વર્ગસ્થ ડ્રાઇવર કશુભાઈ ધાખડાના અકસ્માતમાં અવસાન બાદ, તેમની પુણ્યતિથિ નિમિત્તે ડેપોના કર્મચારીઓએ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તમામ સ્ટાફે ‘સૌને શક્તિ એવી ભક્તિ’ના ભાવથી સ્વેચ્છાએ ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભેગી થયેલી રૂ.૨૮,૧૧૦ની રકમ રાજુલાના નિશુલ્ક ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ને અર્પણ કરાઈ હતી. સ્વર્ગસ્થના પુત્ર હરદીપભાઈ અને એસટી સ્ટાફની હાજરીમાં આ સેવા કાર્ય કરીને કર્મચારીઓએ સમાજને માનવસેવાનો એક ઉત્તમ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.