ચલાલાના મીઠાપુર રેલવે ફાટક પાસે ભંગારના વેપારીના ઘરમાં ખાતર પડ્યું હતું. તસ્કરો સોનાના દાગીના સહિત કુલ ૮૭ હજારથી વધુની મત્તા ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ઇમરાનભાઇ ઉર્ફે બવાભાઇ ગનીભાઇ અડવાણી (ઉ.વ.૩૮)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ઇસમે તેમના રહેણાંક મકાનના આગળના ભાગે આવેલી લોખંડની ગ્રીલનું તાળું તોડી, ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જે બાદ રૂમમાં રહેલા લોખંડના કબાટનું લોકર ખોલી, તેમાં રાખેલો સોનાનો ચેન, સોનાનું પેંડલ તથા કાનમાં પહેરવાની બુટી મળી કુલ કિ.રૂ. ૮૭,૩૮૬ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે.જોષી વધુ તપાસ કરી રહ્યા છે.









































