ધારીમાં પોલીસે બે અલગ-અલગ સ્થળેથી ૧૧ જુગારીઓને કુલ રૂ. ૪૨ હજારની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રથમ દરોડામાં સંજયભાઇ કાળુભાઇ ડુંગરીયા, સંજયભાઇ ભરતભાઇ બજાણીયા, ભાવેશભાઇ દિનેશભાઇ પાટડીયા, કેતનભાઇ મનસુખભાઇ મકવાણા તથા કલ્પેશગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી ‘તીનપત્તી’ નામનો હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૨૬,૭૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે હિમખીમડી પરામાંથી ઇલેશભાઇ વિનુભાઇ મકવાણા, હાર્દીકભાઇ કાળુભાઇ ગૌસ્વામી, જેન્તિભાઇ ભાયાભાઇ સાતલીયા, જયુભાઇ બાલાભાઇ ડાભી, પ્રમોદભાઇ ભરતભાઇ બજાણીયા તથા નવલભાઇ મનુભાઇ ચૌહાણ જુગાર રમતાં રોકડ રકમ રૂ. ૧૫,૨૪૦ સાથે ઝડપાયા હતા.









































