કોડીનારની શ્રી નવનીતપ્રિયાજીની હવેલી ખાતે બે દિવસીય ૫૬ ભોગ બડો મનોરથ તથા શ્રીનાથજીની અલૌકિક ઝાંખીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ૧૩ જૂને સાંજે પાણી દરવાજા પાસે સામૈયા અને રાત્રે ૯ઃ૦૦ કલાકે બ્રહ્મપુરી ખાતે શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત કરી હતી. જૂને હવેલી ખાતે સાંજે ૪ઃ૦૦ થી ૭ઃ૦૦ વાગ્યા સુધી ભક્તો ૫૬ ભોગના અલૌકિક દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.