અમરેલી જિલ્લામાં બે પરિણીતાઓનાં અપમૃત્યુની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. વાકિયામાં રહેતા મહેશભાઈ મથુરભાઈ જાદવ (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની વર્ષાબેન (ઉ.વ.૩૫) અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર ખાઈ જતાં (અથવા પી જતાં), સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.બીજા બનાવમાં જાફરાબાદના મિતિયાળા ગામે રહેતા અશોકભાઈ જયાશંકર રાજ્યગુરુ (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમને કાર વેચવા અંગે પુત્ર સાથે બોલાચાલી થઈ હતી અને તેમણે પુત્રને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી તેમના પત્ની સોનલબેન (ઉ.વ.૫૬)એ એસિડ પી લીધું હતું, જેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.