આપણા રાજ્યનાં ખેડૂતો માટે મગફળીએ મુખ્ય તેલીબિયાં પાક છે. ભારતમાં મગફળીનો પાક ચોમાસું, ઉનાળું અનેશિયાળું એમ ત્રણેય ઋતુઓમાં તેમજ જુદાજુદા આબોહવાકીય વિસ્તારોમાં લેવામાં આવે છે. આપણા દેશમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક,તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો મગફળીના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આપણો ભારત દેશ વૈશ્વિક સ્તરે પણમગફળીના વાવેતરમાં સૌથી મોટો વિસ્તાર ધરાવે છે અને ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતીય મગફળી પોતાના અદભુત સ્વાદને કારણે દુનિયાભરમાં જાણીતી છે અને તેની વૈશ્વિક માંગ પણ ખૂબ વધારે છે. મગફળીનાં પાકમાં વાવેતરથી માંડી કાપણી સુધી ઘણાબધા રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જેને ખેડૂતમિત્રો સરળતાથી ઓળખી અને તેનું સમયસર નિયંત્રણ કરતા હોય છે. પરંતુ મગફળીમાં જોવા મળતી આફલાટોક્સીનની સમસ્યા નરી આંખે જોઈ શકાતીન હોવાથીં ઘણાખરા ખેડૂત મિત્રોતેનાથી અજાણ હોય છે. તેમજ તેનાથી થતા નુકશાનથી પણ વાકેફ હોતા નથી.
આફ્‌લાટોકિસન એટલે શું?
આફ્‌લાટોક્સિન એક અત્યંત ઝેરી ફૂગ દ્વારા ઉત્પન્ન થતું ઝેર છે, જે ખાસ પ્રકારની ફૂગ જેમ કે “એસ્પરજિલસ ફ્‌લેવસ”અને “એસ્પરજિલસ પેરાસિટિકસ”દ્વારા ઉત્પન્ન થાય છે.આ ફૂગ સમગ્ર વિશ્વમાં વિવિધ કૃષિ પેદાશો તેમજ ખાદ્ય પદાર્થોને નુકશાનકરે છે. જે સાનુકુળ પરિસ્થિતિ મળતા ઝેરી તત્વો એટલે કે આફ્‌લાટોક્સિન ઉત્પન્નકરે છે.
ખાસ કરીને અનાજ, કઠોળ, મગફળી, મકાઈ, તલ તથા અન્ય તેલીબિયાં પાકોમાં ઊંચા ભેજ અને તાપમાનની પરિસ્થિતિમાં સંગ્રહ દરમિયાન આવી ફૂગનો વિકાસ થાય છે, જેનાથી આફલાટોક્સિનજેવા હાનિકારક ઝેરી તત્વો ઉત્પન્ન થવાની સંભાવના વધે છે. વિકાસશીલ દેશોમાં, જ્યાં
કૃષિપેદાશોના લાંબાગાળાના સંગ્રહ માટેની સુવિધાઓ ઘણી વખત અપૂરતી હોય છે, ત્યાં ઊંચું તાપમાન અને વધુ ભેજ ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે, જેના કારણે
આફલાટોક્સિનનું સંક્રમણ અને તેની માત્રામાં વધારો થવાની સંભાવના વધુ રહે છે.
મગફળીમાં આફ્‌લાટોક્સિન ઉત્પન્ન કરતી ફૂગ મગફળીમાં અત્યાર સુધીમાં આફલાટોક્સિનના ૧૪ જેટલા પ્રકારો નોંધાયેલા છે, જેમાં આફલાટોક્સિન બી૧, બી૨, જી૧ અને જી૨ મુખ્ય અને વધુ ઝેરી પ્રકારો ગણાય છે. આ પૈકી આફલાટોક્સિન બી૧ સૌથી વધુ ઝેરી અને માનવ તથા પશુ આરોગ્ય માટે સૌથી વધુ નુકસાનકારક માનવામાં આવે છે. તેથી મગફળી અને તેની પેદાશોમાં આફલાટોક્સિન બી૧ ની માત્રા નિયંત્રિત રાખવી ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા અને નિકાસની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી આફલાટોક્સિન યુક્ત ખોરાકના સેવનથી મનુષ્યમાં
યકૃત (લીવર)નું નુકસાન, યકૃત કેન્સર, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, કુપોષણ તેમજ
બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ અવરોધિત થવા જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પશુઓમાં પણ આફલાટોક્સિન દૂષિત ખોરાકના સેવનથી વૃધ્ધિ, ઉત્પાદન ક્ષમતા અને સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે.
આફલાટોક્સિન પાકની ઉત્પાદકતાને સીધી અસર કરતું નથી, પરંતુ તે કૃષિ પેદાશોને દૂષિત કરીને તેમની ગુણવત્તામાં ઘટાડો કરે છે. જેમા નવ અને પશુઆરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. પરિણામે, આફ લાટોક્સિનયુક્ત ખાદ્યપદાર્થોની બજાર કિંમત ઘટે છે અને તેમની સ્વીકૃતિ તેમજ માંગમાં ઘટાડો થાય છે.
મગફળી અને તેની પેદાશોની નિકાસમાં પણ આફ લાટોક્સિનની હાજરી એક મુખ્ય અવરોધરૂપ પરિબળ છે.
નિકાસ લક્ષી મગફળીના ઉત્પાદન માટે આફલાટોક્સિનમુક્ત ઉપજ મેળવવી અત્યંત જરૂરી છે,
પરંતુ સંપૂર્ણપણે આફલાટોક્સિન મુક્ત ઉત્પાદન હંમેશા શક્ય બનતું નથી. તેથી, વિશ્વ વેપાર
ધોરણો અને વિવિધ આયાતકાર દેશોએ મગફળી તથા અન્ય ખાદ્ય પેદાશોમાં આફલા ટોક્સિનની
સ્વીકાર્ય મહત્તમ મર્યાદા (Maximum Permissible Limit) નક્કી કરી છે. આ મર્યાદાનું પાલન કરવાથી જ મગફળી અને તેની પેદાશોની નિકાસ સફળતાપૂર્વક શક્ય બને છે. જુદા જુદા દેશોની
આફ લાટોક્સિનની સ્વીકાર્ય મહત્તમ મર્યાદા (Maximum Permissible Limit) નીચે મુજબ છે. (ક્રમશઃ)