સાવરકુંડલામાં કે. કે. હાઇસ્કૂલ ખાતે તાજેતરમાં યોજાયેલી તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા અને અમરેલીમાં વિદ્યાસભા સંકુલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં બાઢડાની એચ. એન. વીરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેમાં એથ્લેટિક્સ સ્પર્ધા (તાલુકા કક્ષા): ચક્ર ફેંકઃ ગુજરીયા લાલજી (પ્રથમ નંબર), બાલધિયા રમેશ (દ્વિતીય નંબર) ૩૦૦૦ મીટર દોડઃ શિયાળ વિશ્વાસ (દ્વિતીય નંબર) ૪૦૦ મીટર દોડઃ ડુબાણીયા મંથન (દ્વિતીય નંબર) ૮૦૦ મીટર દોડઃ ઝાપડા કિંજલ (પ્રથમ નંબર), ઝાપડા જયશ્રી (દ્વિતીય નંબર) પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિજેતાઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.




































