ડાંગર : ગાભમારાની ઈયળ અને ડાંગરના ચુસીયા
ગાભમારાની ઈયળ : • પ્રકાશપિંજર અને ગાભમારાના નર ફુદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય.
• ફેરરોપણી પછી ૩૦ – ૩૫ દિવસે કાર્બોસલ્ફાન ૫ જી (૪ કિગ્રા) અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિ.ગ્રા.) અથવા ઈમિડાકલોપ્રીડ ૦.૩ જી (૧૫ કિ.ગ્રા.) અથવા ફોરેટ ૧૦ જી (૧૦ કિ.ગ્રા.) પ્રતિ હેકટરે પ્રમાણે ખેતરમાં પાણી ઓછું કર્યા બાદ બે વખત આપવાથી ચુસીયાનો ઉપદ્રવ કાબુમાં રહે છે.
• આ સિવાય ફ્લ્યુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લી. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. પૈકી ગમે તે એક કીટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતા અસરકારક નિયંત્રણ મળે છે.
• ચુસીયા અને ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા એસીટામીપ્રીડ૨૦ એસપી ૪ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦ ડબલ્યુ ૫ મિ.લી. અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લી. અથવા ફલોનીકામાઈડ ૫૦ ડબલ્યુ ૩ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મિ.લી. અથવા એસીટામીપ્રીડ ૦.૪ + કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૫ મિ.લી. અથવા બુપ્રોફેઝીન ૧૫ + એસીફેટ ૩૫ ડબલ્યુ ૨૫ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૨૦ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૧૦ મિ.લી. અથવા ડાયનોટેફયુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૬ + લેમડાસાયહેલોથ્રીન ૪ એસસી ૬ મિ.લી. અથવા ફોસ્ફામિડોન ૪૦ + ઈમિડાકલોપ્રીડ ૨ એસપી ૧૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીઆમાઇડ ૪ + બુપ્રોફેઝીન ૨૦ એસસી ૨૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીઆમાઇડ ૩.૫ + હેક્ઝાકોનાઝોલ ૫ ડબલ્યુજી ૨૦ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૭ મિ.લી. અથવા થાયાકલોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપિંજર ગોઠવી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત આકર્ષિ તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. આમ પુખ્ત કીટકોની વસ્તી ઘટતા તેના દ્વારા મુકાતા ઈંડાનું પ્રમાણ ઘટે છે, જેથી જીવાતની નુકસાન કરતી અવસ્થાનું પ્રમાણ પણ ઘટે છે. નર ફુદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય.
• લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ૧૦ મિ.લી. (૫ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૦૩ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ફેરરોપણી પછી ૩૦ – ૩૫ દિવસે કાર્બોસલ્ફાન ૫ જી (૪ કિગ્રા) અથવા કારટેપ હાઈડ્રોકલોરાઇડ ૪ જી (૫ કિગ્રા) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિગ્રા) પ્રતિ વિધા પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય ફ્લ્યુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લી. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૮.૫ એસસી ૩ મિ.લી. પૈકી ગમે તે એક કીટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતા અસરકારક નિયંત્રણ મળે છે.
• ડાંગરની શ્રી પધ્ધતિથી ખેતી કરો. જેનાંથી સારી ગુણવતા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત,જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી. જેમાંઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે.
• ચુસીયાનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જોઈએ.
• ચુસીયાનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નીતારી નાખવું.
મગફળીમાં થડ / ડોડવાનો સડો
• વાવણી બાદ પણ ઉભા પાકમાં થડની પાસે રેતી કે સેન્દ્રીય ખાતરમાં ભેળવી ટ્રાયકોર્ડમાંની માવજત આપી શકાય. આ ઉપરાંત અન્ય પાકોમાં પણ પાણી ભરાવાને કારણે ઘણી નુકશાની થયેલ છે.
મગફળીઃ
• સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું.
•મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઇ શકે તો પંપ દ્રારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ(૧૦ લીટર પાણીમાં ૨૫મિલી) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું. અથવા ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.
પાનના ટપકાનો રોગ :
• આ રોગને ટીકકા તરીકે પણ ઓળખાય છે. આ રોગ મગફળી વાવતા બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ રોગ ખાસ કરીને ચોમાસુ ઋતુના ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે. પાનનાં ટપકાનો રોગ બે તબકકામાં જુદા જુદા સમયે પાન ઉપર દેખાય છે અને બંને જુદી જુદી પ્રકારની ફુગથી થાય છે.
• નિયંત્રણ માટે પાક ૩૦-૩પ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૦.૦પ % (૧૦ ગ્રામ / ૧૦ લિટર ) અથવા મેન્કોઝેબ ૦.ર % (ર૬ ગ્રામ / ૧૦ લિટર) અથવા ૦.ર % કલોરોથેલોનિલ (ર૬ ગ્રામ / ૧૦ લિટર) અથવા હેકઝાકોનેઝોલ
આભાર – નિહારીકા રવિયા ૦.૦૦પ % (૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણીમાં)દવાનો છંટકાવ કરવો. ત્યારબાદ બે છંટકાવ ૧૦-૧ર દિવસનાં અંતરે કરવા.
• િૈષ્ઠર્રઙ્ઘીદ્બિટ્ઠ એક લાભદાયક ફૂગ છે, જ્યારે મ્ટ્ઠષ્ઠૈઙ્મઙ્મેજ લાભદાયક બેક્ટેરિયા છે.
• બંને અલગ-અલગ રીતે રોગકારક ફૂગને દબાવે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. યોગ્ય ગુણવત્તાવાળા ઉત્પાદનો હોય તો બંને એકબીજાના પૂરક બની શકે છે.
•Trichoderma spp., Bacillus subtilis,Bacillus amyloliquefaciens y™u Pseudomonas fluroescens જેવા લાભદાયક સૂક્ષ્મજીવોને ખેતીનો અભિન્ન ભાગ બનાવવાથી છોડ વધુ તંદુરસ્ત, જમીન વધુ જીવંત અને પાક વધુ ઉત્પાદક બને છે.
કપાસ પાકમાં મૂળનો કોહવારાઃ
• આ રોગનું ખાસ લક્ષાણ એ છે કે છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં જોવા મળે છે.
• રોગિષ્ટ છોડ છે. આવા સહેલાઈથી ખેંચી કાઢી શકાય.
• આદીમુળ સિવાયના અન્ય મૂળ વધારે કોહવાયેલાં તેમજ તુટી ગયેલ દેખાય છે. આદીમૂળ ભીનાં અને છાલ પીળી અને છાલ બદામી અને કથ્થાઈ રંગની થઈ જાય છે.
• નિયંત્રણ માટે કોપર ઓકઝીકલોરાઈડ સુકાતા છોડ તથા તેની આજુબાજુ ના તંદુરસ્ત છોડ ના થડ પાસે રેડવુ તથા ૪ થી પ દિવસ પછી એમોનિયમ સલ્ફેટ આપવું..
કપાસમાં સુકારો ઃ
• પુખ્ત છોડના નીચેના પાન બરછટ, જાડા અને છેલ્લે મુરઝાયેલા હોય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ આગળ વધે છે.
• સુકાતા છોડ તથા તેની આજુબાજુ ના તંદુરસ્ત છોડ ના થડ પાસે કાર્બેન્ડેઝમ અથવા કોપર ઓકઝીકલોરાઈડ રેડવું.
કપાસનો મૂળખાઈ ઃ
• રોગગ્રસ્ત છોડની ફરતે મેન્કોઝેબ ર૬ ગ્રામ અથવા કોપર ઓકિઝકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમા ઓગાળી રેડવું.
• ખૂબ વરસાદ અથવા વધારે પિયત આ૫વાથી પાણી ભરાતુ હોય અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણ૫ને કારણે છોડ સુકાતા જોવા મળે છે
• વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તાછરમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે.
• છોડ ઉ૫ર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય, પાણી અને પોષક તત્વોમ ની અછત હોય ત્યાતરે ટુકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટે ૧૯-૧૯-૧૯, ૧૦૦ ગ્રામ અથવા માઈક્રોમિકસ ગ્રેડ-૪, ર૫ ગ્રામ એક પંપ માં નાખી ૧૦ દિવસ ના અંતરે ૩ છંટકાવ કરવા તેમજ પોટેશીયમ નાઈટ્રેટ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
સુર્યમુખીઃ
• સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લી./હેક્ટર અથવા લીલી ઈયળનું એન. પી.વી. ૨૫૦ એલઇ/હેકર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટ નો છંટકાવ કરવો.
તલઃ
• પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો. બીવેરીયા બેઝીયાના ૫ ગ્રામ અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ ૫ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ક્વીનાલફોસ ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાંખવી છંટકાવ કરવો.
દિવેલા :
• ભલામણ કરેલ જાતો : જીએયુસી-૧, જીસીએચ-૫, ૬,૭, ૮,અથવા ૯, જીસીએમ-૪ અને ૬ સુકા વિસ્તાર માટે જીસીએચ-૨ નું વાવેતર કરવું.
સોયાબીનઃ
• સોયાબીનના ૩૦ દિવસ પછી સોયાબીનની બે હાર પછી ૧ હાર એરંડાની આંતરપાક પદ્ધતિ માટે વાવવી.
કપાસઃ સફેદ માખીઃ
• કપાસમાં લાલ પર્ણ થતાં હોય તો ૧% મેગ્નેશીયમ સલ્ફેટ દ્રાવણ ૯૦ દિવસનો પાક થાય ત્યારે અને બીજો ૧૫ દિવસે છંટકાવ કરવો.
• સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી.
તમાકું :
• તમાકુમાંવાંકુલાનાં નાશ માટે ઉગતાની સાથે ટોચ ઉપર કેરોસીન, ડીઝલ, લીબોડી, કપાસ, સોયાબીન જેવા તેલનાં બે ટીંપા મુકવાથી તેની નાશ થાય
• ભલામણ કરેલ જાતો આણંદ-૧૧૯,જીટી-૫,જીટી-૯, જીટીએચ-૧, ગુજરાત તમાકુ-૯, જીસીટી-૩
તુવેરઃ
• મગફળી-તુવેર રીલે પાક પધ્ધતિ અપનાવો.
વેલાવાળા શાકભાજી :
• આ ભૂકી છારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રામ/૧૦ લી) અથવા ડીનોકેપ (૧૦ મિ.લી/૧૦ લી) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લી/૧૦ લી(અથવા કાર્બેન્ડાઝીમ(૫ ગ્રામ / ૧૦ લી) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.
પપૈયાઃ
• પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતે બોર્ડોપેસ્ટ લગાવો વધુમાં કોપર ઓકઝીકલોરાઈડના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું.
• પપૈયાના ધરૂ માટે પોલીકમશેડ નેટ હાઉસમાં ઉછેર કરવો.
આંબોઃ આત્યારે આંબામાં સીયપરમેથીન ૨૦ મિલી તેમાં બ્લુકોપાર ૫૦ મિલી નાખી થાળ તેમજ ડાળીઓ સહીત છંટકાવ કરવો.
જમીનમાં કાચું દીશી ખાતર ન નાખવું. કીડી,મુંડા જમીનમાં હોય તો કલોરપાયરીફોસ ૨૦ મિલી પમ્પમાં નાખી છંટકાવ કરવો.










































