રાજુલાના માંડળ ગામે બાઈક સ્લીપ થતાં હેમરેજ થયેલા યુવકનું સારવારમાં મોત થયું હતું. આ અંગે ભરતભાઇ જીવણભાઇ જેઠવા (ઉવ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટા ભાઈ ભુપતભાઇ જીવણભાઇ જેઠવા (ઉવ.૪૩) તેના દિકરાને બેલા તા.તળાજા ખાતે હોસ્ટેલમાં નાસતો આપવા સારૂ જતા હતા. તે વખતે માંડળ ગામથી આશરે ત્રણેક કિમી દૂર આસરાણા તરફ જતા રોડ ઉપર પહોંચ્યો હતો ત્યારે પોતાના હવાલાની મોટર સાયકલ સ્લીપ થઇ જતા માથાના ભાગે હેમરેજ થતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ.પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.