સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણમાં વર્ષોની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પીપરવાડી વિસ્તારમાં ગટર લાઇનના કામનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉપપ્રમુખ નૂતનબેન, અગ્રણી જીગ્નેશભાઈ ટાંક તેમજ નગરપાલિકાના સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્થાનિક રહીશોએ વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ધારાસભ્ય અને પ્રમુખે આગામી સમયમાં પણ સાવરકુંડલાના ખૂણે-ખૂણા સુધી વિકાસ કાર્યો ઝડપભેર પહોંચાડવાની મક્કમ નેમ વ્યક્ત કરી હતી.