ધારીના સરસીયા ગામના લોકો ગળધરા ખોડીયાર મંદિરે દર્શન કરીને પરત આવતા હતા ત્યારે રીક્ષા પલટી જતાં એકનું મોત થયું હતું. બનાવ અંગે વીપુલભાઇ નરભેરામભાઇ જોશીએ તેમના જ ગામના અને છકડો રીક્ષા ચાલક પરવેજભાઇ અલારખભાઇ ચૌહાણ ઉર્ફે પપ્પુ સીપાહી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના બા તથા તેમના બહેન સરસીયા ગામના પરવેજભાઇ અલારખભાઇ ચૌહાણ ઉર્ફે પપ્પુ સીપાહીની છકડો રીક્ષામાં ગળધરા ખોડીયાર મંદીરે દર્શન કરીને પરત આવતા હતા. ત્યારે આ રીક્ષા ચાલકે રીક્ષાને પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી હતી. જેના કારણે રીક્ષા પલટી ખાઇ જતા માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હતું.