ગુજરાત સરકાર દ્વારા સાયબર ગુનેગારોને પકડવા શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨.૦’ અંતર્ગત અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમે સાયબર ક્રાઇમના ગુનામાં નાસતા-ફરતા આરોપી અજીત સામતભાઇ પરમાર (રહે. સુરત, મૂળ ભાવનગર)ની ધરપકડ કરી છે.આરોપી અને તેના સાથીદારોએ અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને લોનની લોભામણી લાલચ આપી તેમના નામે ઓનલાઇન બેંક ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ આ ખાતાઓ અને લિંક કરેલા સીમકાર્ડ મેળવી, વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશભરમાં આચરેલી સાયબર છેતરપિંડીના કુલ રૂ.૧,૨૨,૪૭,૦૯૮/- તેમાં જમા કરાવ્યા હતા. આ નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને કે એટીએમ મારફતે ઉપાડીને સગેવગે કરવામાં આવ્યા હતા, જે અંગે ગુનો નોંધાયો છે. પકડાયેલ આરોપી અગાઉ સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને મહારાષ્ટ્રમાં પોક્સો સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.






































