યુએસએ ઉત્તર કોરિયાને નિકાસ કરવામાં આવતા કેટલાક તબીબી ઉપકરણો પર નિયંત્રણો વધુ કડક કર્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તબીબી ઉપકરણોની સૂચિ બહાર પાડી છે જેને હવે ઉત્તર કોરિયાને નિકાસ કરવા માટે ખાસ સરકારી પરવાનગીની જરૂર પડશે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલયે ગુરુવારે આ સૂચિ બહાર પાડી. આ હેઠળ, કેટલાક તબીબી ઉપકરણોને હવે સામાન્ય લાઇસન્સીગના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અગાઉ, ચોક્કસ કૃષિ ઉત્પાદનો,દવાઓ અને તબીબી ઉપકરણોની નિકાસને સામાન્ય લાઇસન્સ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
ઓકસીજન જનરેટર
એક લિટર પ્રતિ મિનિટથી વધુ પ્રવાહ ક્ષમતાવાળા પંપ
ગામા ઇમેજિંગ સાધનો
ટેક્ટાઇલ ઇમેજિંગ સાધનો
થર્મોગ્રાફી મશીનો
ફ્રીઝ-ડ્રાયિંગ અને સ્પ્રે-ડ્રાયિંગ સાધનો
ડિકોન્ટેમિનેશન શાવર
લેબોરેટરી શેકર્સ અને ઇન્ક્યુંબેટર શેકર્સ
કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્યુંબેટર્સ
નિષ્ણાતો માને છે કે યુએસ દ્વારા આ પગલું નાગરિક અને લશ્કરી બંને હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપકરણોની નિકાસને મર્યાદિત કરવાનો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઉત્તર કોરિયા તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને સતત આગળ વધારી રહ્યું છે. પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને સિઓલ સાથે વાટાઘાટો લાંબા સમયથી અટકી ગઈ છે.
દરમિયાન, દક્ષિણ કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે યોજાનારી જી-૭ સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો કરશે કે નહીં તે કહેવું ખૂબ જ વહેલું ગણાશે. બંને નેતાઓ સોમવારથી બુધવાર દરમિયાન ફ્રાન્સના એવિયનમાં યોજાનારી ય્૭ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. દક્ષિણ કોરિયાને સતત બીજા વર્ષે આમંત્રિત ભાગીદાર દેશ તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાના અધિકારીએ કહ્યું કે જા તક મળે તો વાટાઘાટો શક્્ય છે, પરંતુ આ સમયે સંભવિત સમિટ પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.










































