અમરેલી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયમાં કિસાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી ૨૦ જૂને યોજાનાર પ્રાકૃતિક ખેતી કાર્યશાળાના સફળ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી અને પ્રભારી બાબુભાઈ જોળીયા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભુતૈયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા અને શહેર મંડળોના કિસાન મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.