SGVP ગુરુકુલ, રીબડા-રાજકોટ ખાતે અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ભવ્ય ‘આમ્રકૂટ દર્શન’ યોજાયું હતું. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ધર્મવત્સલદાસજી સ્વામીએ આ ઉત્સવનું સંચાલન કર્યું હતું.આ દિવ્ય પ્રસંગે ગીર, કચ્છ અને ગુરુકુલના આમ્રકુંજની મળીને કુલ ૨,૦૦૦ કિલો ઉત્કૃષ્ટ પાકી અને કાચી કેરીઓનો આકર્ષક આમ્રકૂટ ગોઠવવામાં આવ્યો હતો, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કચ્છના કાનજીભાઈ હીરાણી સહિત અગ્રણી હરિભક્તોએ આ પ્રસંગે યજમાન પદનો લાભ લીધો હતો.ધર્મવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે કુદરતે આપેલી શ્રેષ્ઠ સામગ્રી પરમાત્માને અર્પણ કરવી એ જ સાચી કૃતજ્ઞતા છે. ભગવાનને ધરાવાયેલો આ પ્રસાદ ગુરુકુલના વિદ્યાર્થીઓ, શ્રમિકો, ગરીબ પરિવારો અને વંચિત બાળકોમાં વિતરણ કરવામાં આવશે.