અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી તથા રાજેશભાઈ પંડ્‌યાએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને વક્તાઓને સંગઠનાત્મક કાર્ય, જનસંપર્ક અને પક્ષની વિચારધારા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શરદભાઈ પંડ્‌યા તેમજ મહામંત્રીઓ મયુરભાઈ માંજરિયા અને રાજુભાઈ ભૂતૈયા સહિત જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું હતું કે જિલ્લાના ૨૦ મંડળોમાં દોઢ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાત વિવિધ વિષયો પર વિસ્તૃત અભ્યાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.