જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારિયા (અમરેલી) માં દ્ગજીજી દ્વારા
“યોગા ફોર હેલ્થી એજિંગ” થીમ હેઠળ ૧૨ માં “વિશ્વ યોગ દિવસ“ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર અસ્મિતાબેન કોટડીયા અને સુમિતાબેન માંડલિયાએ ઉપસ્થિતોને યોગના મહત્વ અને આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપી સૂર્યનમસ્કાર, આસનો, પ્રાણાયામ તથા ધ્યાન અંગે પ્રાયોગિક તાલીમ આપી હતી. આ કાર્યક્રમમાં દ્ગજીજી ના સ્વયંસેવકો અને સ્ટાફગણ મળીને કુલ ૫૮ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દૈનિક જીવનમાં યોગ અપનાવવાની પ્રેરણા મેળવી હતી. મહાવિદ્યાલયના આચાર્ય ડા. ડી. એસ. કેલૈયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડા. કિરણબેન ચંદ્રવાડીયા તથા ડા. પી. એચ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.







































