અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ દ્વારા મોટા મુંજીયાસર ગામે ખરીફ ઋતુના પાક નિદર્શન તથા જીવામૃત-બીજામૃતના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રાકૃતિક
કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતોએ મિશ્રપાક પધ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ખેતી ખર્ચ ઘટે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે તેવી માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને બીજામૃત,જીવામૃત, ઘન જીવામૃત અને કુદરતી જીવાત નિયંત્રણ પધ્ધતિઓનું લાઈવ નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું.