સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત ૧૬૫મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે જિજ્ઞાસા વગર શીખાતું નથી અને તે જ પ્રગતિશીલ જીવનનો માર્ગ છે. તેમણે જિજ્ઞાસુ બનવા માટે વાંચન, નવું શીખવું, પ્રશ્નો પૂછવા, સંવાદ અને બાળકો સાથે રમવા જેવા ૫ ઉપાયો આપ્યા. બીજા વક્તા ઓમ શૈલેષભાઈ ડોબરીયાએ જિજ્ઞાસા, સંગત, કૃતજ્ઞતા, પુરુષાર્થ અને શ્રધ્ધાને મહાન બનવાના પાંચ સ્તંભ ગણાવ્યા.આ પ્રસંગે સેવાકીય જાહેરાતોમાં જે. બી. પટેલે દર વર્ષે ૧૦ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો અને ધર્મેશભાઈ રાદડિયાએ રૂ.૨૧ લાખના દાનનો સંકલ્પ કર્યો, જે બદલ તેમનું સન્માન કરાયું. કાર્યક્રમમાં ધર્મેશ ચોવટિયાએ ગત ગુરુવારનો વિચાર રજૂ કર્યો હતો અને સમગ્ર આયોજનનું સંકલન હાર્દિક ચાંચડ તેમજ અંકિત સુરાણીએ કર્યું હતું.








































