બગસરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પર્વ નિમિત્તે નાના-મોટા અંદાજિત ૬૫ તાજીયા પરંપરા મુજબ ઠંડા કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજીયા બપોરે વિજય ચોક ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તમામ તાજીયાને જેતપુર રોડ પર આવેલી નિર્ધારિત જગ્યાએ ગોઠવવાની પરંપરાગત વિધિ હાથ ધરવામાં આવી હતી.









































