કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લાના જંગર અને ચિતલ મુકામે ‘જનકલ્યાણ શિબિર-૨૦૨૬’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય અને એન.એફ.એસ.એ. (NFSA) યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકલ્યાણકારી અભિગમથી છેવાડાના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે પર્યાવરણની જાળવણી માટે દરેક પરિવારને ૫ વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું હતું અને અમરેલી વિધાનસભા વિસ્તારમાં ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મહેશ નાકીયા, નંદા, સ્થાનિક વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.