તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ જેસીગપરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની, રાષ્ટ્રીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય મજૂર પરિષદની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ મા. ગજેરા સાહેબે સંભાળ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી. નિર્મળભાઈ ખુમાણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે તા. ૨૧ જૂનથી ૫ જુલાઈ, ૨૦૨૬ સુધી વિવિધ ધાર્મિક, સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી મજબૂતભાઈ બસિયાએ અમરેલી જિલ્લામાં ૨૦૦ નવા હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાની યોજના અંગે માહિતી આપી અને સંગઠનના વિસ્તરણ માટે સતત પ્રવાસ જરૂરી હોવાનું જણાવ્યું. બેઠકમાં ડા. દેસાણી, સુરેશભાઈ સોલંકી, દડુભાઈ ખાચર, મહેશભાઈ સોલંકી, ડી. ભાઈ બામટા, જીગ્નેશભાઈ કયાડા, હિતેશભાઈ જોષી, ઉદયસિંહ રાજપૂત, વંદનાબેન ભટ્ટ, ઉષાબેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા વેપારી મંડળના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.