સાવરકુંડલામાં બીમારીથી કંટાળી એક પ્રૌઢે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ધીરુભાઈ ડાયાભાઈ ભેડા (ઉં.વ. ૫૨) એ પોલીસને જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ મોહનભાઈ ડાયાભાઈ ભેડા (ઉં.વ. ૫૫) છેલ્લા પાંચેક વર્ષથી માનસિક તથા પેટની બીમારીથી પીડાતા હતા. આ બીમારીથી કંટાળી જઈને તેમણે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી તેમનું મરણ નીપજ્યું હતું.
આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.








































