ચલાલા ખાતે આવેલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતમંદ લોકો માટે ચંપલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી અને ધોમધખતા તડકામાં લોકોને રાહત મળે તે હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાના સેવાભાવી કાર્યકરો અને દાતાઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોએ ગાયત્રી સંસ્કાર ધામના સેવાભાવી પ્રયાસોને બિરદાવતાં સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. ગાયત્રી સંસ્કાર ધામ સમાજસેવા, ધાર્મિક જાગૃતિ અને માનવકલ્યાણના વિવિધ કાર્યો દ્વારા સતત લોકસેવામાં કાર્યરત છે.