બગસરામાં આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખાની ટીમ દ્વારા બસ સ્ટેશનમાં આવતા તમામ નાના નાના ભૂલકાઓને રસીના ટીપા પીવડાવીને બાળકોને પોલિયો મુક્ત રાખવા જહેમત ઉઠાવી હતી. દેશભરમાં પોલિયોની નાબૂદી માટે સરકારની ગઇડલાઇન મુજબ કોઈપણ બાળક પોલિયોનો શિકાર ન બને તે માટે શહેરભરમાં પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.










































