અમરેલી શહેરના ચક્કરગઢ રોડ સ્થિત માધવ પાર્ક સોસાયટી ખાતે આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત સામૂહિક રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ તેમજ મહિલા બહેનો દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ડા. ગજેરા, પ્રાંત ઉપાધ્યક્ષ મનમુખભાઈ રૈયાણી, ઇન્ડિયા હેલ્પલાઇનના પ્રાંત અધ્યક્ષ ડા. દેસાણી, રાષ્ટ્રીય મજૂર પરિષદના પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પૂજારી પરેશગીરી બાપુ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો તથા મહિલા મંડળની બહેનોએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રસંગે સોસાયટી પ્રમુખ સુરેશભાઈ સોલંકીએ ભવિષ્યમાં એકમુખી અનાજ સંગ્રહ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી.








































