નાના માચીયાળા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સેજા હેઠળ આવતા ગીરીયા ગામમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો માટેના એક ખાસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડાક્ટર સતાણી સાહેબના યોગ્ય માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે હર્ષલભાઈ હડિયા, કેયુરભાઈ મારૂ, ચારુબેન રાઠોડ તેમજ સ્થાનિક આશા કાર્યકરોએ હાજર રહીને પોતાનો અમૂલ્ય સહકાર આપ્યો હતો. ગીરીયા ગામના બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ કેમ્પમાં આવીને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી.