સરકારના ‘ટીબી મુક્ત ભારત’ના અભિયાનના ભાગરૂપે ‘૧૦૦ ડેઇઝ ટીબી કેમ્પેઈન’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાંશિયાળી ગામે વિશેષ ટીબી નિદાન શિબિરનું આયોજન કરાયું હતું. મોટા ઝીંઝુડા પીએચસી (PHC) હેઠળના વાંશિયાળીમાં યોજાયેલા આ કેમ્પમાં આધુનિક હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન દ્વારા શંકાસ્પદ દર્દીઓની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. આ નિઃશુલ્ક શિબિરનો લાભ ગામના ૫૪ જેટલા જોખમ ધરાવતા લાભાર્થીઓએ લીધો હતો, જ્યાં તેમના ડિજિટલ એક્સ-રે પાડીને તપાસ કરવામાં આવી હતી.