અમરેલી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી.રાજુલામાં રહેતા નાગજીભાઈ તેજાભાઈ ચાવડાએ જાહેર કર્યા મુજબ, મહેશભાઈ તેજાભાઈ ચાવડાની ટ્રકનું ટાયર ગટરમાં ફસાઈ ગયું હતું. તેઓ જ્યારે ટ્રક ઊંચી કરવા જેક લગાવી રહ્યા હતા, તે દરમિયાન જેક અચાનક છટકી ગયો હતો. આ અકસ્માતમાં તેઓ ટ્રક નીચે દબાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું.બીજી ઘટનામાં, બાબરાના કરિયાણા ગામે રહેતા ભરતભાઈ મેરામભાઈ વાઘેલાએ જાહેર કર્યા મુજબ, તેમની ૨૨ વર્ષીય પુત્રી કિંજલબેન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયાં હતાં.તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.










































