દામનગરમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. દોઢ કરોડના ભારે ખર્ચે નવનિર્મિત ૨૧ નાળા વાળો પુલ અત્યારે ભારે જોખમી બન્યો છે. આ નવા પુલ પર ટૂંકા અંતરે મોટા ખાડા પડી ગયા છે. ચોવીસ કલાક સતત વાહનોથી ધમધમતા આ મુખ્ય માર્ગ પર ગમે ત્યારે ગમખ્વાર અકસ્માત થવાની પૂરેપૂરી આશંકા છે. કોઈ વાહનચાલક પોતાનો જીવ ગુમાવે તે પહેલાં સંબંધિત તંત્ર જાગે અને આ જીવલેણ ખાડાઓનું તાત્કાલિક મરામત કામ કરે તેવી લોક માંગ ઉઠી છે.