અમરેલીના નાના માચિયાળા ગામમાં નવી નિર્માણ પામતી પ્રાથમિક શાળાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. આ મુલાકાતમાં અમરેલી તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, સુરેશભાઈ દેસાઈ અને સરપંચ વનરાજભાઈ ડાંગર સાથે રહ્યા હતા. આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહેલી શાળામાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે મુખ્ય હેતુ છે. આગેવાનોએ વર્ગખંડો, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, મેદાન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે સરપંચ વનરાજભાઈ ડાંગર પાસેથી વિગતવાર માહિતી મેળવી. સરપંચે સમયસર અને ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ કરવાના પ્રયત્નોની જાણકારી આપીને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય વિશાલ ભટ્ટે આગેવાનોને બાળકોની શાળાકિય પ્રવૃતિ વિશે માહિતગાર કર્યા હતા.






































